Gujarat

જેતપુરનાં ધોરાજી રોડ ઉપર આવેલ સાડીના કારખાનામાં લાગી આગ ઓઈલ લીકેજની સાથે તણખલા ખરીને બાયોકોલ પર પડતા જ્વાળા ભભૂકી, ફાયબ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી 

જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ નામના સાડીના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગતા અંદર કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. કારખાનામાં આવેલા બોઇલરમાં ઓઇલ લીકેજની સાથે તણખલા ખરતા બાયોકોલ પર પડ્યા હતા. આથી આગ વધુ પ્રસરી હતી. જોકે ઘટનાની જાણ થતા જેતપુર નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ બેકાબૂ બને એ પહેલા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ ડાઇંગ નામના સાડીના કારખાનાના બોઇલરની ચેમ્બરમાં ઓઇલ લીકેજ થતા આગના તણખલા ખરતા હતા. આ તણખલા ત્યાં બોઇલરની બાજુમાં જ પડેલા બાયોકોલ પર પડતાં  આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો સ્ટાફ 3 જેટલા ફાયર ફાઇટર સાથે તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયબ્રિગેડના સ્ટાફે તુરંત જ ફોમ સાથેના પાણીનો મારો આગ પર ચલાવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબૂમાં લીધી હતા.આગમાં કોઈ જાનહાની થઈ નથી આથી કારખાનામાં ઓઇલ ચેમ્બર તૂટી ગઈ અને ઓઇલ વહી જવા સિવાય કોઈ મોટી નુકશાની પહોંચી નહોતી

IMG-20220804-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *