Gujarat

જેતપુરનાં પીઠડીયા ટોલ પાસે ચાલુ કારમાં ક્રિકેટ સટ્ટો રમતા ચાર સટ્ટોડિયા ઝડપાયા

ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી પીઠડિયા ટોલનાકા પાસેથી દબોચી લીધા: રોકડ અને કાર મળી 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત
જેતપુરના ચાર સટ્ટોડિયાએ પોલીસથી બચવા માટે કારમાં સટ્ટો શરૂ કર્યો હતો પરંતુ, પોલીસ પણ તેનાથી બે કદમ આગળ હોય તેમ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે પીઠડીયા ટોલનાકા પાસેથી કારને ઝડપી લઈ  કારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ચાર સટ્ટોડીયાને ઝડપી લઈ રોકડ અને કાર મળી કુલ રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.જે.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર અને દિવ્યેશભાઈ સુવાને બાતમી મળેલ કે અગાઉ ક્રિકેટ સટ્ટામાં ઝડપાઈ ચૂકેલો જેતપુરનો ઈકબાલ રાઠોડ અને તેની સાથેના શખ્સો પોલીસથી બચવા ગોંડલ-જેતપુર હાઈ-વે પર  કારમાં ક્રિકેટ સટ્ટો રમતા હોય જે બાતમીના આધારે એલસીબીની ટીમે પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલતી વન-ડે મેચ ઉપર મોબાઈલમાં લાઈવ સ્કોર જોઈ સટ્ટો રમતા આમદ જુમા મુસાણી, ઈકબાલ હાજી રાઠોડ, સાહિદ ઈસ્માઈલ લાખાણી અને સાજીદ યુસુફ મોર (રહે. ચારેય જેતપુર)ને ઝડપી લીધા હતા.
પોલીસે રોકડ રૂા.18,250, મોબાઈલ નં.6 અને કાર મળી કુલ રૂા.2,34,750નો મુદ્દામાલ કબ્જે કરી વિરપુર પોલીસમાં ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એસ.જે.રાણા, એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, અનિલભાઈ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા, દિવ્યેશ સુવા, કૌશિક જોષી સહિતના સ્ટાફે કરી હતી

IMG-20220715-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *