Gujarat

જેતપુરમાં આઇપીએલ-ક્રિકેટ પર સટ્ટો રમતા ઇસમને પકડી પાડયો

રૂ.11.240ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો: બે ફરાર
જેતપુરમાં આઇપીએલ-2022 ક્રીકેટ મેચ પર ચાલતા ક્રીકેટ પર સટ્ટો રમતા ઈસમને પકડી પાડી રૂ. 11,240/- ના મુદ્દામાલ સાથે સાથે પકડી પાડી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર સિટી પોલસીની ટીમ પેટ્રોલિંગ હતો એ દરમિયાન બાતમી મળતા જેતપુરના ધોરાજી રોડ પર આવેલ ઓમ પાન પાસે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા જય સુરેશભાઈ ચિતારા (રહે.ધોરાજી રોડ જેતપુર) ને ઝડપી લીધો હતો.તેની પૂછપરછ કરતાં તે ગુરુ નામની એપ્લીકેશનમાં અમરેલીના ચલાલામાં રહેતા લાલ શેઠ મારફત હરિભાઈના ફોનમાં સોદા લખાવી જુગાર રમતો હોવાનું માલૂમ પડ્યું હતું.પોલીસે રોકડ રૂ.1240 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11,240 કબ્જે કરી હરી તેમજ ચાલાલાના લાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

IMG-20220427-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *