રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નગરમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના 545 મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના સહિત તિલક દર્શન કરવામાં આવ્યા હતા અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.કઠલાલ ખડાયતા સમાજના પ્રમુખ મિતેશભાઇ વિભાકરભાઈ શાહ કઠલાલ નગરપાલિકા ટેક્ષ સમિતિ ચેરમેન તથા તેમની યુવા ટીમ દ્વારા સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા કઠલાલ ખાતે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના તેજસ્વી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ,આગેવાનો નું કઠલાલ વૈષ્ણવ સમાજના યુવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું


