Gujarat

જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષણ નિયંત્રણના અધિકારીઓ સાથે” કુલડીમાં ગોળ ભાંગી લીધો

પ્રજાની વ્યાપક ફરિયાદો બાદ તંત્રે જેતપુરમાં ચેકિંગ હાથ ધર્યું પણ ગજવા ભરી લીધાના આક્ષેપો..
માં GPCB દ્વારા ચેકીંગ બાદ ખાનગી સ્થળે  કારખાનેદારો અને અધિકારીઓની ગુપ્ત મીટીંગ !!!
જેતપુર શહેરમાં વર્ષો થયા અનેક સાડી ના કારખાના ધમધમી રહ્યા છે સાડી ઉદ્યોગ ના લીધે હજારો ગરીબ મજૂરોને રોજીરોટી મળી રહી છે. તે જેતપુર માટે ગૌરવની વાત કહેવાય,  પરંતુ શહેરના અમુક પદૂષણ માફીયાઓ કોઈપણનું સાંભળ્યા વગર એટલું જ નહીં હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકાની પણ અવગણના કરીને બેફામ પ્રદૂષણ ફેલાવતા હોવાની વાત હવે મચ્છરમાંથી જિરાફ જેવડી થઇ ગઇ છે.
 અનેક વખત કોર્ટે પ્રદૂષણ ફેલાવવા બાબતે જેતપુરના સાડી કારખાનેદારોને કાન આમળ્યો હોવા છતાં અહીં વ્યાપકપણે પ્રદૂષણ ફેલાવવા નું ચાલુ જ છે. જ્યારે જ્યારે પ્રદૂષણથી ખેતીની જમીન બંજર બની જતી હોવાની ફરિયાદો ઊઠે છે ત્યારે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ જેતપુરમાં આવીને ચેકિંગ કર્યાનો ઢોંગ કરીને પ્રદૂષણ માફિયાઓ પાસેથી લાખો રૂપિયા લઇને જતા રહે છે.
 તેવી જ વાત ગઈકાલે જેતપુરમાં સાબિત થઇ હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે દિવસ દરમિયાન ચેકિંગનું નાટક કરીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ જેતપુરના સાડી કારખાનેદારો સાથે  ગુપ્ત બેઠક યોજીને રોકડ તેમજ ભેટ-સોગાદો લઇને ચાલ્યા ગયા હોવાની વાત પત્રકારોના કેમેરામાં આબાદ ઝડપાઇ જતા જાણકારોમાં જાતજાતની ચર્ચાઓ જાગી છે.
જેતપુર શહેરમાં આવેલા કેટલાક  સાડીના કારખાના અને  તેની સાથે જોડાયેલા પ્રોસેસર્સ  તેમજ ડાઈંગ & પ્રિન્ટિંગ એસો.ના  ટ્રીટમેન્ટ પ્લાંટ દ્વારા  ગેરકાયદેસર રીતે છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને કારણે  ભાદર , અને આસપાસની નદીઓ અને ચેકડેમો પ્રદૂષિત થવાની ફરિયાદો અવારનવાર સામે આવી રહી છે.
જેતપુર પંથકમાં સાડી ઉદ્યોગ દ્વારા થતા પ્રદુષણ મુદ્દે તપાસમાં આવેલી પોલ્યૂશન કંટ્રોલ બોર્ડની ઉચ્ચ કક્ષાની ટીમે કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અલગ-અલગ સ્થાનો પર સ્થળ તપાસ કર્યા બાદ જૂનાગઢ રોડ પર આવેલી બંધ હોટેલમાં ડાઇંગ પ્રિન્ટિંગ એસો.ના હોદેદારો સાથે બંધ બારણે વહીવટ પાર પાડયાની ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે GPCBના સ્થાનિક અધિકારી વાઘેલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતા મોબાઈલ કોલ રિસીવ કરવાની તેમણે તસ્દી લીધી ના હતી.
 જૂનાગઢ રોડ પર  ફૂડ મોલમાં  ગુપ્ત મીટીંગ કે સેટિંગ..?
જેતપુર :જેતપુર ડાઇંગ & પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખ સહિત મોટાભાગના હોદેદારો સાથે ખાનગી સ્થળે GPCB ના અધિકારીઓએ  ઇમરજન્સી  બેઠક બોલાવી ચર્ચા વિચારણા, આર્થિક વહીવટ અને ભેટ સોગાદ લઈ, ખાધું, પીધુને રાજ કર્યું જેવી ઘટના બની હતી.
જાણકારોએ સવાલો ઉઠાવ્યા છે કે GPCBના અધિકારીઓના સરકારી વાહનોમાં ડાઈંગ & પ્રિન્ટિંગ એશો.  દ્વારા  મુકવામાં આવેલ પાર્સલોમા  શું હતું ? તે પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ સત્તાધીશોએ તપાસવું જોઈએ.
સંબંધિત અધિકારીઓના હોઠ સિવાય ગયા !
 સરકારી વાહનોમાં જૉવા મળતાં પાર્સલો બાબતે મોરબી  GPCB ના અધિકારી અને જેતપુરના ઇન્ચાર્જ વાઘેલાને પૂછતા જવાબ આપ્યા વગર ઝડપથી પોતાના વાહન તરફ દોડી, બેસીને પૂરપાટ વેગે નીકળી ગયા હતા..
સરકારી સર્કીટ હાઉસ, GPCB જેતપુરની સરકારી ઓફિસ  હોવા છતાં ખાનગી હોટલમાં ગુપ્ત મીટીંગ રાખવા બાબતે વાઘેલાનું આ અકળ મૌન  “મોટા વહીવટ” શંકા ઉપજાવે તેવું હોવાનું જાણકારો કહે છે.
 ગૂફ્તગુ માટે  એકાંત સ્થળ કોણે પસંદ કર્યુ ?
      જેતપુર :  જેતપુર શહેરની ઍવી હોટલ જે હજુ શરૂ જ ન થઈ હોય જેથી સ્વાભાવિક રીતે લોકોની અવર જવર ન હોય… જેથી ઘરની વાત ઘરમાં જ રહી જાય અને ઉંબરો પણ ન ટપે તેવી વાત સાબિત કરવા ખેલ પાડી દેવાયો હોવાનું જાણકારો કહે છે.
અત્રે એ નોંધનીય છે કે GPCB ના વાઘેલાને  જેતપુરની મુલાકાત  – ચેકીંગ બાબતે બપોરથી લઈને રાત્રીના 8,30 સુઘી પત્રકારો દ્વારા કોલ કરીને પૂછતાં કોઈ જ જવાબ આપવામા આપવામાં આવ્યો ન હતો. અને માત્ર મિટિંગમાં છું તેવી કેસેટ વગાડી હતી
ડા.  & પ્રિ.એસો.ના  જેન્તીભાઇ રામોલીયાએ GPCBના ચેકીંગ બાબતે  સેવ્યું ભેદી મૌન !
છેક ગાંધીનગર અને મોરબીથી ધૂળની ડમરી ઓ  ઉડાડતી આવતી  જીપીસીબીની ગાડીઓ પર જેતપુર ડાઇંગ & પ્રિન્ટિંગ એશો.દ્વારા આર્થિક પાણીના ટેન્કરો છાંટી દેવાતા ધૂળની ડમરી તો બેસી ગઈ હતી પણ ડા.  & પ્રિ.એસો.ના  જેન્તીભાઇ રામોલીયાએ GPCBના ચેકીંગ બાબતે  ભેદી મૌન સેવતા સૌમાં અચરજ ફેલાયું છે.

Screenshot_20220225-201722__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *