જીએસટી ઘટાડવાની માગ સાથે વેપારીઓનો વિરોધ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
વિરોધમાં ફૂટવેરની દુકાનો અડધો દિવસ બંધ રાખશે.
સરકારે કાપડ પરનો 7 ટકા જીએસટી વધારો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે, પરંતુ ફૂટવેરમાં લાગુ કર્યો છે. ત્યારે જીએસટી વધારાના વિરોધમાં આજે ફૂટવેરના વેપારીઓ અડધો દિવસ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. સરકારે, કાપડ અને પગરખા પરનો 5 ટકા જીએસટી વધારીને 12 ટકા કર્યો હતો. આની સામે કાપડના વેપારીઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરતા સરકારે 7 ટકાનો જીએસટી વધારો હાલ પૂરતો મોકૂફ રાખી જૂનો 5 ટકા જીએસટી દર યથાવત રાખ્યો છે.
સરકારે કાપડ પરનો 7 ટકા જીએસટી વધારો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે, પરંતુ ફૂટવેરમાં લાગુ કર્યો છે. ત્યારે જીએસટી વધારાના વિરોધમાં આજે જેતપુર શહેરના ફૂટવેરના વેપારીઓ અડધો દિવસ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે જેતપુર ફૂટવેર એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે સરકારે, કાપડ અને પગરખા પરનો 5 ટકા જીએસટી વધારીને 12 ટકા કર્યો હતો. આની સામે કાપડના વેપારીઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરતા સરકારે 7 ટકાનો જીએસટી વધારો હાલ પૂરતો મોકૂફ રાખી જૂનો 5 ટકા જીએસટી દર યથાવત રાખ્યો છે.
જોકે, પગરખા પરનો જીએસટી 5 ટકા હતો તેમાં 7 ટકા વધારીને 12 ટકા કરી દીધો છે. એકતો કાચા માલમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. એમાં જીએસટી વધારે તો પગરખાં વધુ મોંઘા બનશે જેથી મજૂર, ખેડૂત અને મધ્યમવર્ગની પરેશાની વધશે. ત્યારે જીએસટીના 7 ટકાના વધારાનો વિરોધ કરી 5 ટકા જ રાખવાની માંગ સાથે લડત કરાશે.
આ માટે આજે જેતપુર શહેરની ફૂટવેરની તમામ દુકાનોના વેપારી અડધો દિવસ(2 વાગ્યા સુધી) પોતાની દુકાનો બંધ રાખી વિરોધ વ્યકત કર્યો હતો. સાથોસાથ સવારે 11 વાગ્યે જેતપુર મામલતદાર કચેરી ખાતે જીએસટી વધારો પાછો ખેંચી 5 ટકા જ રાખવાની માંગ સાથે આવેદન પત્ર પાઢવી જીએસટીનો વધારો પાછો ન ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગે અદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હરેશ ભાલીયા જેતપુર


