મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર , વીણા ખાતે ચાલતા , એન એસ એસ યુનિટ ,જનરલ હોસ્પિટલ નડિયાદ અને માનવ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ” અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય વિશે સાઈકોલોજિસ્ટ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માં શાળાના ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને કાર્યક્રમને શાંતિપૂર્વક સાંભળ્યો હતો, આ માહિતી તેમના પરીક્ષાના માનસિક દબાણ અને હળવો કરવા માં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શાળાના આચાર્યશ્રી એસ, જી .પટેલે સંભાળ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળસંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફીસર શ્રી પી.એ. ક્રિશ્ચિયને કર્યું હતું.


