જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડી કુલ 463060નો મુદામાલ કબ્જે કર્યો
જેતપુર સીટી પોલીસે સુરજવાડી પાસે શ્યામલ ડુપ્લેક્ષ મકાનમાં જુગારની રેડ કરતા જેમાં મકાન માલીક સહિત 7 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ,મોબાઈલ, કાર સહિત તમામ આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી
જેતપુર સિટી પોલીસ ચોપડે નોંધયેલા ગુના મુજબજેતપુરના સુરજવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાનું બાતમી મળતા. સીટી પી. આઇ. જે. બી. કરમુટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. કે. બોરીચા સ્ટાફના ઘનશ્યામસિંહ જાડેજા, હિતેષભાઇ સોવલીયા, લખુભા રાઠોડ, શકિતસિંહ ઝાલા, મનદિપ જાડેજા, અભયરાજસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, પાર્થભાઇ સોજીત્રાને સાથે રાખી સુરજવાડી શ્યામલ ડુપ્લેક્ષ બ્લોક નં. ૪૩ માં રહેતો ધર્મેન્દ્ર શીંગાળા પોતાના રહેણાંક મકાનમાં જૂગારનો અખાડો ચલાવતો હોય મકાનમાં રેડ કરતા તીનપતીનો જૂગાર રમતા દિલીપ ખત્રી (રહે. ધોરાજી રોડ), મગન દેવજીભાઇ પરમાર (દાતારનગર) હરેશ પોલાભાઇ ઠકરાણી (રહે. એમ. જી. રોડ), કિરીટ હંસરાજભાઇ મોવલીયા, (રહે. જકાત નાકા પાસે) અનક ભીમભાઇ ખુમાણ (પાણીના ટાંકા પાસે ઉઝડપા) કિશોર પુંજાભાઇ મારૂ (કુતીયાણા) તથા મકાન માલીક ધર્મેન્દ્ર ઉર્ફે ભીખો જેન્તીભાઇ શીંગાળાને રોકડા રૂ. ૪૭,પ૬૦ મો.નં. પ, કાર મારૂતી એસ. પ્રો. સો. જી. જીજે-રપ-એએ-૧૪૯૭ મળી કુલ રૂ. ૪,૬૩,૦૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી
હરેશ ભાલીયા જેતપુર
Attachments area


