ભરૂચ
ઝઘડીયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલ છે. ઝઘડીયા તાલુકામાં વન્ય પ્રાણીઓ દેખાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના અવિધા ગામ નજીક માર્ગ ઉપર શિકારની શોધમાં આંટાફેરા મારતા દીપડાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અવિધા ગામથી જરસાડ જવાના જાહેર માર્ગ ઉપર શિકારની શોધમાં લટાર મારતો દીપડો દેખાતા કાર ચાલકે કાર થોભાવી પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં કદાવર દીપડો હોવાનું નજરે પડી રહ્યું છે. કદાવર દીપડાના આંટાફેરાને પગલે ગ્રામજનો સહિત વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ઝઘડીયા વન વિભાગ પાંજરું ગોઠવી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલખાતાના એક સર્વે મુજબ તાલુકામાં કુલ ૧૮થી ૨૦ દીપડાનો પરિવાર સાથે વસવાટ હોવાનું જાણવા મળ્યું છે.ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામથી જરસાડ જવાના માર્ગ ઉપર શિકારની શોધમાં આંટાફેરા કરતાં દીપડાને પગલે વાહન ચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.


