શ્રી એમ.એચ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધમેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવર્ણાહે કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇન્સમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ટ નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રી એ. એન.પ૨મા૨ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકેટર ઝોઝ પોલીન્સ સ્ટેશનના સ્ટાફનાપોલીસ માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી બાતમી હકિકતના આધારે ઓડ ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૭,૬૦૦/- swift ફોરવ્હીલ ગાડી જેનો રજી નં.GJ-06-FC-3060જેનીકી.રૂ/ 2,00,000/- તથા તેની અંગ ઝડતીમાથી મળી આવેલ રોકડા રૂપીયા.૩૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૭,૯૦૦/ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


