Gujarat

ડીસામાં વિવિધ માંગણીઓને લઈ એલઆઈસી કર્મચારીઓ ધરણા પર બેઠા

ડીસા
ડીસામાં એલઆઈસીના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આઇઆરડીએ સામે તેમની આ લડત ચાલુ રહેશે તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી. ડીસામાં એલઆઈસી ના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો. ગ્રાહકોના બોનસ વધારવા માટે, જૂની નવી પોલીસી પર જીએસટી રદ કરવા અને એજન્ટોને વધુ મેડીક્લેમ મળવો જાેઈએ તે સહિત વિવિધ પડતર માગણીઓને લઈ કર્મચારી મંડળે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જાેકે આ અંગે કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા કર્મચારીઓ આજે ઓફિસનું કામકાજ બંધ રાખી ધરણા પર બેસી ગયા હતા. ડીસાની એલઆઈસી ઓફિસમાં કામ કરતા ૧૫૦ કર્મચારીઓ પણ ધરણા બેસી આઇઆરડીએ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે કર્મચારી ચંપકલાલ જાેશી એ જણાવ્યું હતું કે, અમારી પડતર માંગણીઓની રજુઆત બાદ પણ ઉકેલ ન આવતા આઈઆરડીએ સામે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જાે મારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *