Gujarat

ડૉ.સુભાષ મહિલા આર્ટસ,કોમર્સ અને હોમસાયન્સ કોલેજમાં સાહિત્ય અને ઈતિહાસ સંબધ વિષય પર વ્યાખ્યાન યોજાશે

ડૉ.સુભાષ મહિલા આર્ટસ,કોમર્સ અને હોમસાયન્સ કોલેજમાં ‘સાહિત્ય અને ઈતિહાસ સંબધ વિષય પર તા.૩૦ ડિસેમ્બરના  વ્યાખ્યાન યોજાશે

. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ  અને ડો. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તારાબેન મંગળદાસ વ્યાખ્યાન માળાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત  આ કાર્યક્રમ  તારીખ ૩૦/૧૨/૨૦૨૨ શુક્રવારના રોજ  સવારે ૯ કલાકે  કોલેજ કેમ્પસમાં યોજાનાર છે.

આ બૌદ્ધિક અને સાહિત્યિક વ્યાખ્યાનમાળામાં ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસના અધ્યાપક ડો.વિક્રમસિંહ અમરાવત ‘સાહિત્ય અને ઇતિહાસનો સંબંધ’ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાનો લાભ લેવા સ્થાનિક સંયોજક શ્રી પ્રિન્સિપાલ  બલરામ ચાવડાએ સૌને આમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય પરિષદના મંત્રી ધ્વનિલ પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે.સમાજોપયોગી આવા કાર્યક્રમો યોજવા માટે ટ્રસ્ટ્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *