Gujarat

તારાપુરમાં પશુ ચોરી કરવા આવેલા લોકોએ પશુપાલક પર પથ્થરમારો કર્યો

આણંદ
આણંદના તારાપુરના પચેગામ ખાતે રહેતા પ્રભુ રાવજીભાઈ મકવાણા ખેતી અને પશુપાલન કરે છે. તેમણે ઘર આગળ બનાવેલા ખુલ્લા ઢાળીયામાં તેમના પશુ બાંધ્યાં હતાં. દરમિયાન ૫મી જુલાઇના રોજ ત્રણથી ચાર શખ્સ પશુ ચોરી કરવાના ઇરાદે ઘુસ્યાં હતાં. તેઓ પશુઓને છોડી રહ્યાં હતાં તે દરમિયાન અવાજ તથા પ્રભુભાઈના પરિવારજનો જાગી ગયાં હતાં અને પડકાર્યાં હતાં. જેથી ગભરાયેલી પશુચોર ટોળકીએ તેમના પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યને પણ નાની-મોટી ઇજા પહોંચી હતી. આ અંગે તારાપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌધરીને સોંપી છે.તારાપુરના પચેગામમાં ત્રણથી ચાર પશુચોર શખસોની ટોળકીએ વાડામાંથી પશુ ચોરવાની કોશિષ કરી હતી. આ સમયે પશુપાલક અને તેમનો પરિવાર જાગી જતાં ઉશ્કેરાયેલી ટોળકીએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પશુપાલકને ઇજા પહોંચી હતી. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *