Gujarat

તાલીમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ   અરજી કરવી

જૂનાગઢ,તા.૧૮ ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૨/૨૩ દરમ્યાન આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતગર્ત ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્રારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે સરકારશ્રી દ્વારા  નિવાસી તાલીમ વર્ગનું આયોજન તા.૦૧/૦૯/૨૦૨૨ થી તા ૩૦/૦૯/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવનાર છે. આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુંક જૂનાગઢ જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક,અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે જાહેરાત પ્રસિધ્ધ થયાનાં ચાલુ  કામકાજના દિન-૦૭ માં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે પોતાની સમંતી તાલીમનાં ફોર્મ ભરી જવા જણાવવામાં આવે છે.

આ તાલીમવર્ગ જૂનાગઢ ખાતે નિ:શુલ્ક યોજવામાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત/ઉંમર/શારીરિક યોગ્યતા નીચે પ્રમાણે છે.

આ માટે શૈક્ષણિક લાયકાત ઘો-૧૦માં ૪૫% સાથે અથવા ધો.૧૨ માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ.ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષતાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ શારીરિક યોગ્યતાઃ- ઉંચાઈ- ૧૬૨ સે.મી.,વજન-૫૦ કિ.ગ્રા., છાતી- ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને  ફુલાવેલ ૮૨ સે.મી.

તાલીમનો અભ્યાસક્રમ શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે. તથા અન્ય તાલીમ વ્યાખ્યાતાઓ દ્રારા અંગ્રેજી,ગણિત તથા સામાન્યજ્ઞાન અને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવશે.

વધુમાં અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ.  તેમજ    ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક   માપદંડ મુજબ કરવામાં આવશે.એમ રોજગાર અધિકારીશ્રી  દ્રારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *