જૂનાગઢ,તા.૧૮ જૂનાગઢ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા ત્રીજા વર્ષ માટે ફળ પાક વાવેતરમાં સહાય માટે તારીખ ૩૦/૮/૨૦૨૨ સુધીમાં અરજી કરી શકશે.
વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી ફળપાક વાવેતર માટે બાગાયતી ખેડૂતોને સહાય સરકારશ્રી દ્રારા આપવામાં આવે છે. જે હેઠળ ખેડૂતો એ વર્ષ ૨૦૨૨-૨૧ અને ૨૧-૨૨ માં સહાય લીધેલ હોય તેમણે તેમની બીજા તથા ત્રીજા વર્ષ માટેની સહાય ચાલુ નાણાકીય વર્ષમાં લેવાની બાકી હોય તો આ યોજનાનો લાભ લેવા તારીખ ૩૦/૮/૨૦૨૨ સુધીમાં જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી લઘુ કૃષિ ભવન નીલમબાગ જૂનાગઢનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક શ્રી જૂનાગઢની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે તેઓની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
