Gujarat

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણભાઈ વી. સોલંકીના હસ્તે જોગી તળાવ અમૃત સરોવર પર ધ્વજવંદન 

 સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ 

૧૫મી ઓગસ્ટના દિવસે આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૦ અમૃત સરોવરના કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈન્દ્રોઈ ગામનો પણ સમાવેશ થાય છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં રંગેચંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ ત્યારે વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે જોગી તળાવ અમૃત સરોવર પર વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણભાઈ વી. સોલંકીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અમૃત સરોવર હેઠળ વેરાવળ તાલુકાના કુલ ૨ ગામ બીજ અને ઈન્દ્રોઇનો પણ સમાવેશ થાય છે. સિંચાઇ વિભાગે જોગી તળાવની રૂપિયા ૬ લાખનાં એસ્ટીમેટમાં કામગીરી કરેલ છે.

આ કામગીરી અન્વયે તળાવને ઊંડું કરવાની સાથે જ  આ સરોવરમાં પાણીનો સંગ્રહ થવાથી ખેડૂતોને ખેતલક્ષી પિયતમાં કૂવા બોરનાં પાણીના તળ ઊંચા આવ્યા છે. જેથી ખેડુતોને પિયત માટે પાણીની ઘટ રહેતી નથી. ખેડૂતોને પુષ્કળ પાણી મળવાથી કાચું સોનું પોતાની જમીનમાં ઉત્પન્ન કરી શકે આવા ઉત્તમ આશયથી સરકાર શ્રી તરફથી અમૃત સરોવરનાં સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *