થરાદ
ચોમાસાની શરૂઆત થતાં પહેલાં વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારનું મેન્ટેશન કામગીરી નહીં કરવામાં આવતાં વરસાદી માહોલ વચ્ચે વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે જેના લીધે ગ્રામીણ વિસ્તારોમાં વીજ વાયરો તૂટી જવા પામે છે ત્યારે તાલુકાના વડગામડા ગામે આવેલી દૂધ મંડળી પાસે સવારે વીજ લાઈનમાં ભડાકા થતાંની સાથેજ વીજ વાયર તૂટવા પામ્યા હતા જેમાં દૂધ ઉત્પાદકોની ભીડ દરમિયાન વીજ વાયર તુટતાં કોઈ જાનહાની થઈ ન હતી. વરસાદી માહોલ વચ્ચે વીજ વાયર જમીન પર પડતાં યુજીવીસીએલ કંપનીમાં જાણ કરતાં વીજ પુરવઠો બંધ કરાવવો પડ્યો હતો જેથી કોઈપણ પ્રકારની જાનહાની સર્જાય નહિ તેમજ દૂધ ઉત્પાદક મંડળીમાં હાજર રહેલા દૂધ ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતાથરાદના વડગામડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસે પસાર થતી વીજ લાઇન સવારના વરસાદી માહોલ વચ્ચે અચાનક સૉર્ટ સર્કિટ થતાં વીજ વાયરોમાં ભડાકા સર્જાતાં જીવિત વીજ વાયર તૂટી જવા પામતાં દૂધ ઉત્પાદકોના જીવ અઘ્ધર થઈ જવા પામ્યા હતા.


