દાહોદ
દાહોદ તાલુકાના અભલોડ ગામે રહેતાં કેશવા નુરાભાઈ સંગાડા, પસવા નુરાભાઈ સંગાડા તથા તેમની સાથે બીજા અન્ય આઠેક જેટલા ઈસમો એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો લઈ દાહોદ તાલુકાના દેલસર ગામે ડુંગરા ફળિયામાં રહેતાં સોનલ મેઘજીભાઈ તાવીયાડના ઘરે ધસી આવ્યાં હતાં. આ શખ્સો જમીન સંબંધી અદાવત રાખી બેફામ ગાળો બોલી ઘરનો મુખ્ય દરવાજાે હથોડા મારીને તોડી નાખી અંદર ઘુસી ગયાં હતાં. જેમણે ઘરમાં તોડફોડ કરી સરસામાન વેરવિખેર કરી ભારે ધિંગાણું મચાવતાં ઘરમા હાજર બે મહિલાઓ અને બાળક ભયભીત થઈ ગયા હતા. આ મામલે સોનલબેન મેઘજીભાઈ તાવીયાડે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આખીયે ઘટનાનો વીડિઓ પણ સોનલબેને ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો બાદ જ ફરિયાદી સોનલબેનના લગ્ન પણ છે.
