Gujarat

દાહોદમાં ઘરમાં સંતાડેલ દેશી તમંચો અને કારતૂસ સાથે એકની ધરપકડ

દાહોદ
ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે, ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ખેડા ફળિયામાં રહેતા મકાભાઇ ભુરજીભાઈ મેડાના મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારી તેના મકાનની તલાશી હાથ ધરી હતી. આ તપાસમાં ઘરની પાસે આંગણામાં લાકડાના હવાડાની અંદર સંતાડી રાખેલો ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા ૫ હજાર તથા ૧૨ બોરની કારતૂસ નંગ એક કિંમત રૂપિયા ૧૦૦ એમ કુલ મળી રૂપિયા ૫,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ધાનપુર પોલીસે મકાભાઇ ભુરજીભાઈ મેડાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટી મલુ ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તેમજ એક કારતૂસ ઝડપી પાડ્યાં છે. પોલીસે રૂ. ૫,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *