Gujarat

દિપક શ્રીવાસ્તવ સાથે ૨૦ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ

વડોદરા
વડોદરાના વાઘોડિયા રોડ ૧૩-એ, પ્રભાત સોસાયટીમાં રહેતા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને માજી કોર્પોરેટર દિપક શ્રીવાસ્તવ હાલ ખેતી તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવે છે. તેઓનો પરિચય કીર્તન ભરત રાવ ( રહે -હેરિટેજ એન્કલેવ, થલતેજ, અમદાવાદ ) સાથે થયો હતો. ગત જુલાઈ ૨૦૨૧ દરમિયાન દીપકભાઈ એમ.જી કંપનીની કાર વેચાણથી ખરીદવા માંગતા હતા. દરમિયાન મિત્ર કીર્તને જણાવ્યું હતું કે, મોરિસ ગેરેજ કંપનીમાં મારી મોટી ઓળખાણ છે. ઉદયપુર રાજસ્થાન ખાતે આવેલા એમ.જી કંપનીના ગોડાઉનમાંથી સીધી કાર અપાવીશ. ર્કિતને વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની બીજલ બારોટ ( રહે – કિસન બંગ્લોઝ, રાજપથ ક્લબની પાછળ ,બોડકદેવ, અમદાવાદ) માઈક્રોસ્કોસ્મ એલએલપી લિમિટેડ નામે ભાગીદારી પેઢી ધરાવે છે. તે પેઢી થકી કારનું બુકિંગ કરાવવાથી કંપની તરફથી સારું ડિસ્કાઉન્ટ મળશે. કંપની અમને કાર આપે તે બાદ તમારા નામે ટ્રાન્સફર કરી કાર તમારા ઘરે પહોંચાડી દઇશું. દરમિયાન દીપકભાઈએ આ પેઢીમાં બે તબક્કે રૂપિયા ૨૦ લાખની રકમ જમા કરાવી હતી. જે અંગેની રશીદ માંગતા ઉદયપુર ખાતે એમ.જી કંપની ગ્લોસ્ટર કાર બુકિંગ માટે માત્ર રૂપિયા ૫૦ હજારની રશીદ મોકલી હતી. અને ત્રણ દિવસમાં કાર મળી જશે તેવી ખાતરી આપી હતી. જાેકે સપ્તાહનો સમય વિત્યા બાદ પણ કાર નહીં આવતા દીપકભાઈએ બાકીના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા છે કે કેમ તેની રશીદ માંગતા કીર્તનભાઈ ગોળ ગોળ વાતો કરી કંપનીમાં કોરોનાના કારણે સ્ટાફ અપૂરતો હોવાના પગલે માંગ મુજબ પુરવઠો ઉપલબ્ધ ન હોવાનું રટણ કરી કાર માટે રાહ જાેવી પડશે તેવું જણાવતો હતો. ર્કિતને આજ દિન સુધી કાર અથવા રૂપિયા ૨૦ લાખની રકમ પરત ન કરતા વડોદરા મહાનગર સેવા સદનના ભાજપાના માજી કાઉન્સિલર અને વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે પાણીગેટ પોલીસ મથકમાં ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલ પુત્ર ર્કિતન ભરત રાવ અને બિજલ બારોટ સામે ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે રાવ દંપતિ સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના માજી કાઉન્સિલર પુત્રને ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા અમદાવાદના વકીલના પુત્ર અને તેની પત્નીએ રૂપિયા ૨૦ લાખનો ચુનો લગાવ્યો છે. ભેજાબાજ દંપતિએ ધારાસભ્યના પુત્રને એમ.જી. કંપનીમાંથી ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી હતી. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Fraud-for-offering-Madhu-Srivastavas-son-a-discounted-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *