રાજકોટ
રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.૧માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.વ.૨૫) નામના પટેલ યુવાને પોતાના ઘરે ઉપરના રૂમમાં બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો જમવા માટે પુત્રને બોલાવવા ગયા ત્યારે રોહિતને લટકતો નિહાળી હતપ્રભ થઈ ગયા હતા. ૧૦૮ના ઈએમટી બળદેવભાએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સી. હિતેષભાઇ જાેગડા સહિતે સ્થ ળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા.૮૦ લાખ આવ્યા્ હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા.૬૭ લાખ ઘરમાં રાખ્યાૂ હતા. પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્યા?રે રોહીતે ૬૭ લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જાેવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે ‘શેરબજારમાં રોકાણ કર્યું છે.’ તેમ જણાવ્યુહ હતું. બાદ તે થોડા સમયથી ટેન્શતનમાં રહેતો હતો. બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્હોવટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જાેવા મળ્યાો હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હીસાબ જાેવા મળ્યો હતો. જેમાં યુવાન શેરબજારમાં ૬૭ લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્યુથ હતું.એકના એક પુત્રના આપઘાતથી રૈયાણી પરિવારમાં શોક વ્યા પી ગયો છે.શેરબજારમાં નાણા ગુમાવતા રોકાણકારોએ જીવન ટૂંકાવી લીધાના અનેક બનાવો બન્યા છે ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. પિતાએ વેચેલી જમીનના ૬૦ લાખથી વધુ નાણા શેરબજારમાં હારી જતાં પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પુત્રના લગ્ન માટે પિતાએ જમીન વેચી ઘરમાં નાણા રાખ્યા હતાં જે પુત્ર શેરબજારમાં હારી ગયા બાદ તેણે આ પગલું ભરી લેતાં એકનો એક પુત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


