ગાંધીનગર
ગાંધીનગરના બોરીજ ગામે પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં કડિયા કામ કરવાં આવતાં શખ્સે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી હત્યાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહારમાં આવ્યું છે. હાલમાં પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં બોરીજ ગામમાં અહીં રહેતી નીકીતા ઠાકોર નામની પરિણીતા ઘરમાં એકલી હતી. જ્યારે તેના પરિવારજનો મંદિરે ગયા હતા. જેની એકલતાનો લાભ ઉઠાવી અહીં કડિયા કામ કરવાં માટે આવતા રાજુ નામના શખ્સે ઘરમાં ઘૂસી પરિણીતાનું ગળુ દબાવીને હત્યાં કરી દીધી હતી. રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં પરિણીતાના જેઠ ફુલાજી ઠાકોર મંદિરથી ઘરે આવ્યા હતા અને થોડાક સમય પછી તેમની પત્ની પણ ઘરે આવી હતી. બાદમાં દંપતી પાણી પીને સૂઇ ગયા હતા. ત્યારે તેમની ઓરડીનાં પાછલા દરવાજામાંથી એક શખ્સ દોડીને ભાગવા લાગ્યો હતો. એટલે ફુલાજી એકદમ જાગીને બહાર ભાગી રહેલા શખ્સને ઝડપી લઈ ચાર પાંચ લાફા મારી દીધા હતા. દારૂના નશામાં રહેલો શખ્સ કડિયા કામ કરતો રાજુ હોવાનું માલુમ પડ્યું હતું. આ દરમિયાન ઘરના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ રાજુ ફુલાજીને ધક્કો મારીને નાસી ગયો હતો. બાદમાં નાના ભાઇના ઘરમાં જાેતા નીકીતા મૃત હાલતમાં મળી હતી. બનાવની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી, જ્યાં ઘરની બહાર પહેરો ભરતા બે શકમંદ ઈસમોને ઉઠાવી લીધા હતા. આ અંગે હાલમાં પોલીસ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી કરી રહી છે. જાેકે, પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, પ્રણય ત્રિકોણના કારણે હત્યા થઈ હોય તેવું અનુમાન છે. હત્યારો દારૂ પીને ઘરમાં ઘૂસયો હતો. દરમિયાન નીકીતા અને રાજુ ઘરમાં એકલા હતા. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેણી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે ખ્યાલ આવ્યા પછી જ દુષ્કર્મનો ગુનો નોંધીશું. હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલી રહી છે


