Gujarat

દુરન્તો એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના પર્સમાંથી ૨.૧૦ લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા
મુંબઇમાં ગોરેગાંવમાં રહેતા બિઝનેસમેન શૈલેષભાઇ કેશવલાલ શાહ ગત ૨ જૂનના રોજ હાપા-દુરન્તો એક્સપ્રેસમાં મુંબઇથી અમદાવાદ જઇ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા સ્ટેશનથી ટ્રેન પસાર થતી હતી ત્યારે શૈલેષભાઇના પત્ની ટ્રેનના વોશરૂમમાં ગયા હતા. જેવા તેમના પત્ની પરત આવ્યા કે તેમના પર્સની ચેઇન ખુલ્લી હતી. પર્સ ચેક કરતા તેમાંથી રોકડા ૧ લાખ ૧૦ હજાર, એક સોનાની ચેઇન, બે હિરાની કાનની બુટ્ટી મળી કુલ ૨ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ ચોરાયો હતો. સાથે જ પર્સમાં રહેલા અસલ આધારકાર્ડ પણ ચોરાઇ ગયું હતું. જે મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મુંબઇથી અમદાવાદ જઇ રહેલી એક મહિલાના પર્સમાંથી ૧ લાખ ૧૦ હજારની રોકડ અને દાગીના સહિત કુલ ૨ લાખ ૧૦ હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *