ખંભાળિયા
શ્રાવણ મહિનો આવતાની સાથે જ પોલીસે રાજયના જુદા જુદા શહેરો, ગામોમાંથી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેવી જ રીતે શ્રાવણ મહિનો પુરો થઈ ગયો હોવા છતાં પણ લોકો જુગાર રમતા જાેવા મળ્યા હતા ત્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ સહિતના ગામોમાં પોલીસે જુગારના ૭ દરોડા પાડી ૪૧ શખસોને અડધા લાખ ઉપરાંતની મતા સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો છે. ખંભાળીયા તાલુકા વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા ઈસમો નાગાજણ જીવણ ગોરડીયા, પ્રવીણ જીવણ ગોરડીયા, હરદેવ જીવણ ગોરડીયા, વેરશી નથુ પરમાર, અરશી નારણ ચાવડા, રવિ રઘુ પરમાર, સાગર રામાં પરમાર, નારણ પબા ભારવાડીયાને પોલીસે રોકડા રૂ.૨૮૩૦૦ તથા ૪ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૩૮૦૦ના મુદ્દામાલ સાથે તેમજ ભાણવડ પંથકમાંથી પોલીસે મનોજ ગોરધન માંડલીયા, વિજય બચુ ગોહેલ, કિશોર વલ્લભ ગોહેલ, દિપક વલ્લભ ગોહેલ, અશોક દામજી ગોહેલ, શૈલેષ દામજી ગોહેલ, જયેશ જેયંતીલાલ ચૌહાણ, ચના જેતા રાવલીયા, કરશન દેવરખી ભીંભા, ડાડુ લાખા ભાદરકા, વિજય બાબુ ગોહેલ, ધવલ હમીર ભાદરકા, વલ્લભ ગોવા નંદાણીયા, રામદે હરદાસ ઉર્ફે હદા ભીંભાને પોલીસે રૂ.૨૬૧૮૦ના મત્તા સાથે તેમજ કલ્યાણપુરમાંથી હરદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ભૂપતસિંહ વજેસંગ જાડેજા, મયુરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, જ્યૂભા બટુકસિંહ જાડેજા, સુરપાલસિંહ સુખુભા જાડેજા, મયપતસિંહ બાબુભા જાડેજા, અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા, નેભા લગધીર માંગલીયા, નારણ ચના સાદીયા, દાના લગધીર માંગલીયા, મુરૂ નથુ માંગલીયા, રામાં પબા માંગલીયા, ધર્મેશ દેવજી ચાનપાને પોલીસે રૂ.૧૩૭૧૦ના મુદ્દામાલ સાથે તેમજ દ્વારકામાંથી સુરાભા સામરાભા સુમણિયા, જાલુભા નંઢાભા જેસાણી, પુનાભા માલાભા માણેક, લાખાભા વિધાભા માણેક, રામભા ગોદળભા માણેક, રણમલ લાખા માડમને પોલીસે રૂ.૪૧૧૦ના મત્તા સાથે રંગેહાથ ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.


