ખંભાત
જનતાને નડતા મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને ખંભાત શહેર પ્રમુખ સચિન રાણા મહેન્દ્રસિંહ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડીયા, ઇફતેરખા યમની, ઈશ્વરભાઈ પરમાર વગેરે તેમજ શહેરના કોંગ્રેસી કાર્યકરોને સાથે રાખીને રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમણે લોકોને મોંઘવારી મુદ્દે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.ખંભાતમાં મોંઘવારીને લઇને કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી અને ધરણા કરવામાં આવ્યાં હતાં. છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક નેતાગીરી બે જૂથમાં વહેંચાયેલી છે. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોંઘવારીને લઈને લોકોમાં ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે રવિવારે ખંભાત શહેર ખાતે કોંગ્રેસ સમિતિના સભ્યો અને ચૂંટાયેલા નગરસેવકોએ મોંઘવારી મુદ્દે દેખાવો કર્યા હતા.


