પાટણ
પાટણ શહેર સહિત જિલ્લામાં ખેડૂતોને પાક સંરક્ષણ માટે પૂરતો ખાતર મળી રહ્યો નથી. જેને લઇને વહેલી સવારથી જ ખેડૂતો સંઘ બહાર ખાતર લેવા માટે આવીને બેસી જાય છે. શુક્રવારે પાટણ માર્કેટયાર્ડ ખાતે આવેલા તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ સહુત નર્મદા ડેપો આગળ મવહેલી સવારથી જ ખાતર આવ્યો ન હોવાથી ખાતરની ખરીદી કરવા માટે ખેડૂતો સંઘની બહાર કાગડોળે ખાતર ની રાહ જાેઈને બેસી રહ્યા હતા. તાલુકા સંઘના કર્મચારીને પૂછતા છેલ્લા દસ દિવસથી ખાતર ના આવી હોવાનું જણાવ્યું હતું. તેમ જ ખેડૂતોએ પણ ખાતર ના મળતું હોય રોજ સંઘમાં આવીને ધક્કા પડી રહ્યા હોય હૈયા વરાળ ઠાલવતા જાેવા મળ્યાં હતાં. જિલ્લામાં ખેડૂતોને છેલ્લા દસ દિવસથી ખાતર જ ન મળતો હોય ખેડૂતો રવી સીઝનના પાકને લઈ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નાછૂટકે કાળા બજારમાં ખાતર લેવા મજબૂર બન્યા છે. પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ જણાવ્યું હતું કે, નર્મદા ડેપો વાળા અધિકારીઓ ખેડૂતોને ફક્ત ત્રણ ચાર થેલીઓ આપીને બાકીની થેલીઓ બારોબાર વેચી રહ્યા છે. કાળો બજાર કરવામાં આવી રહ્યો છે. જાે કરું તને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં નહીં. આવે તો શનિવારે ખેડૂતો સાથે મળીને નર્મદા ડેપોને તાળાબંધી કરવામાં આવશે તેમજ કલેકટર કચેરી ખાતે ખેડૂતો સાથે ઉમટી આંદોલન કરવામાં આવશે.પાટણ શહેરમાં નવા માર્કેટ યાર્ડ ખાતે આવેલા નર્મદા ડેપોમાં છેલ્લા બે દિવસથી ખેડૂતોને ખાતર ન મળતા શુક્રવારે મોટી સંખ્યામાં ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા ડેપો બહાર ભારે હોબાળો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર આપવામાં નહીં આવે તો ધારાસભ્ય દ્વારા ડેપોને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


