Gujarat

ધો.૭નું પેપર ફૂટતા રાજકોટની ૮૬૩શાળાઓમાં પેપર રદ કરવામાં આવ્યું

રાજકોટ
રાજ્યકક્ષાએથી સમગ્ર રાજ્યની અંદર તમામ પ્રાથમિક સ્કૂલોમાં એકસરખું મૂલ્યાંકન થાય તે માટે એક જ પ્રશ્નપત્ર તમામ સ્કૂલોને આપવામાં આવે છે. રાજકોટની વાત કરૂ તો સિલબંધ પેપર તાલુકાશિક્ષણાધિકારીને સોંપવામાં આવે છે. ત્યાં પણ ચકાસણી કરી તેનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. બાદમાં તાલુકા શિક્ષણાધિકારી તાલુકા શાળાને પેપર આપવામાં આવે છે. અહીં પણ પૂરી ચકાસણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પ્રશ્નપત્રોની સિક્યુરિટીના સંદર્ભમાં કોઇ છેડછાડ થઇ નથી અને પૂરી તકેદારી રાખવામાં આવી છે. પ્રાથમિક શાળાના મૂલ્યાંકન સતત વર્ષ દરમિયાન ચાલુ હોય છે. આ જુદી જુદી લેવામાં આવતી કસોટીઓ પૈકીની આ એક કસોટી છે. આને દ્વિતીય સત્રાંત કસોટી તરીકે ઓળખાય છે.રાજ્યમાં અત્યાર સુધીમાં એક નહીં બે નહીં પરંતુ બાર બાર જેટલી પરીક્ષાના પેપર ફૂટ્યાના ભૂતકાળમાં ઘટના બની ચૂકી છે. ત્યારે હવે પ્રાથમિક શાળામાંથી પેપર ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરની નેસવડ પ્રાથમિક શાળામાં પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. રાજકોટ જિલ્લામાં ૮૬૩ સ્કૂલમાં ધો.૭ના ૧૭,૪૦૦ વિદ્યાર્થીના બે પેપર રદ કરવામાં આવ્યા છેર્‌ રાજ્યભરમાં ધો.૭ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે. ધોરણ સાતના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ૮૬૩ શાળાઓમાં પેપર રદ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ ૭માં અભ્યાસ કરતા કુલ ૧૭,૪૦૦ વિદ્યાર્થીઓ છે અને તેમનું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવનાર હતું. જે રદ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *