Gujarat

ધોરાજીના એકમાત્ર સ્મશાનમાં ઈલે ભઠ્ઠી બંધ દિવંગતોનાં સંબંધીઓને હેરાનગતિ, ચોમાસાના કારણે લાકડામાં ભેજ રહેતા અંતિમક્રિયા માટે વેઇટિંગ રહે છે.

ધોરાજી શહેરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે આવતા લોકો અસુવિધાઓને કારણે હેરાન – પરેશાન થતા હોવાનું જાણવા મળે છે.  નગરપાલીકાના તંત્રવાહકો આ અંગે જાત તપાસ કરીને યોગ્ય આયોજન વહેલીતકે કરાવે તેવી લાગણી અને માંગણી છે.
ધોરાજી નગરપાલિકા સામે  અણઆવડતની આંગળી ચિંધાઈ રહી છે. ધોરાજી નગરપાલિકા વિસ્તારના કૈલાશ મોક્ષધામમાં છેલ્લા પંદર  દિવસથી ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહનો અંગ્નિ સંસ્કાર માટે વરસાદી વાતાવરણના કારણે વાર લાગી રહી છે  જેથી મૃતદેહનો મલાજો જાળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ધોરાજી શહેરના એક માત્ર કુંભારવાડામાં આવેલ હિન્દુ કૈલાશ મોક્ષ ધામમાં વિશાળ જગ્યામાં આવેલા બગીચા તથા આ સ્થળે નાના મોટા ફુલ-ઝાડ વિગેરે આવેલા છે. પરતું સ્મશાનમાં ઇલેક્ટ્રીક સગડી બંધ છે.જેથી અગ્નિસંસ્કારમાં પણ ભારે કનડગડતા પડી રહી છે ચોમાસામાં મૃત્યુના બનાવ બનતા દિવસભર આ સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ હોવાને કારણે  અગ્નિસંસ્કાર માટે વેઇટિંગમાં બેસી રહેવા અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.નગરપાલિકા તંત્ર દ્વારા આ કામ વામણો પુરવાર થઈ રહ્યું હોય એવું શહેરના લોકો અને સમજદાર વર્ગમાં ટીકા થઈ રહી છે.આ પ્રશ્ને નગરપાલિકા ગંભીરતા લઈ ઉકેલ લાવવા ઇલેક્ટ્રીક મશીન રીપેર કરવા માટે છેક અમદાવાદથી કારીગરો બોલાવવા પડે તેના બદલે સ્થાનિક ઇલેક્ટ્રોનિક જાણકારો આ કામગીરી કરવા માટે રાખવા જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
બીજી તરફ ધોરાજી નગરપાલિકા નાં ચીફ ઓફિસર ચારુબેન મોરીનાં જણાવ્યા મુજબ સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠીનાં રીપેરીંગ કામ માટે માલસામાન એકાદ દિવસમાં આવી જસે જેથી વ્હેલી તકે સ્મશાનની ભઠ્ઠી નું કામ ચાલુ કરવામાં આવશે હાલ ચોમાસાના કારણે રીપેરીંગ નો સામાન મોડો આવતા એકાદ અઠવાડિયામાં જે ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ છે તેને શરૂ કરવામાં આવશે તેમજ જો કોઈ મૃતદેહ સ્મશાનમાં આવે છે તો સૂકા લાકડાનો પૂરતો બંદોબસ્ત હોય લોકોને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220719-172102__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *