સુરેન્દ્રનગર
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે ઠેરઠેર જુગારધામના હાટડા ધમધમવા લાગ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પોલીસને ધ્રાંગધ્રા એપીએમસીમાં જુગાર રમવાની બાતમી મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં ૬ જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં ધ્રાંગધ્રા પોલીસે ધ્રાંગધ્રા એપીએમસી ખાતે તાલુકા ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય સહીત ૬ શખ્સો જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ જુગારધામમા ધ્રાંગધ્રા ભાજપ સંગઠન ગામ્ય ઉપપ્રમુખ લલિતભાઈ માધાભાઈ મેથાણીયા (પટેલ) અને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના સીતાપુર બેઠકના સદસ્ય અરવિદભાઈ નરસીભાઈ પટેલ પાના ટીંચતા રંગેહાથ ઝડપાયા હતા. આ જુગારધામ દરોડામાં જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૫૭૬૧૦, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા ૧૦,૭૭,૬૧૦ મુદામાલ કબ્જે કરાયો હતો. જેમાં ભાજપના પ્રમુખ હોદ્દેદારો જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એપીએમસી ખાતે તાલુકા ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત ૬ શખ્સો જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ જુગારધામ દરોડામાં જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૫૭૬૧૦, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા ૧૦,૭૭,૬૧૦ મુદામાલ કબ્જે કરાયો હતો.

