છોટા ઉદેયપુર
ગુજરાત વિધાનસભાની આવનાર ચૂંટણીઓમાં છોટાઉદેપુર બેઠક માટે પોતાના નામની જાહેરાત થતા પ્રોફેસર અર્જુનભાઇ રાઠવા એ તેમની પ્રતિક્રિયા આપી ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પાર્ટીના યુવાનોને રોજગારી , ૩૦૦ યુનિટ મફત વીજળી સાથે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈઓ માટે ખૂબ જ અગત્યનો એવો આદિવાસીઓ નાં જાતિના દાખલા માટે ચોક્કસ કામ કરીશું તેમ જણાવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૧૦ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર બેઠકનો પણ સમાવેશ થયો છે અને આ બેઠક માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનાં ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુનભાઇ રાઠવાના નામની જાહેરાત થતાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત સાથે આગેવાનો સહિત કાર્યકરોએ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાના નામને આવકારી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

