પોલીસ હેડ કોટર જીત નગર ખાતે ફરજ બજાવતા જીઆરડી જીગ્નેશભાઈ ફુલજીભાઈ વસાવા સાંજના સમયે પોતાનો ફરજ બજાવી પોતાના ઘેર ઢોલાર ગામ જતા હતા તે વખતે જીત નગર ચોકડી પાસેથી ફૂલ ઝડપે પસાર થતી હાઇવા ના લપેટમાં આવતા તેમનો આ અકસ્માત સર્જાયો હતો આ વિશેની જાણ પી.એસ.આઇ કે કે પાઠક થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત થયેલ જીગ્નેશ ભાઈ ને સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લાવવામાં આવ્યો એમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી તે બાબતે ડોક્ટર શ્રી ને સંપર્ક કરતા સિવિલ હોસ્પિટલના ડોક્ટર બરોડા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા સૂચના આપેલ ત્યારબાદ પીએસઆઇ કે કે પાઠક સાહેબ તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ નો સંપર્ક કરી તમામ બાબતે અવગત કરાવતા પોલીસ અધીક્ષકશ્રી પ્રશાંત સુબે સાહેબ તાત્કાલિક એમ્બુલન્સ ની વ્યવસ્થા કરાઈ આપ્યા અને સાથે પી.એસ.આઇ પાઠક સાહેબ ને વડોદરા જવા સુચના આપેલ જેથી તેઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો જેથી સમયસર ટ્રીટમેન્ટ મળતા જીગ્નેશભાઈનું જીવ બચી ગયું એવા ઉદારદિલ પોલીસ અધિક્ષક સાહેબ ને કોટ કોટ સલામ કર્યો


