નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે સાહેબ ના આ સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા સ્કોટ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે .કે .પાઠકના નેતૃત્વમાં નિર્ભયા સ્કોટ હવે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતી બહેન દીકરીઓ ને આત્મનિર્ભર બનવા અત્યંત આધુનિક ટ્રેનિંગ આપવા એક અનોખો પ્રયાસ કરી રહ્યું છે જેના લીધે નિર્ભયા સ્કોટ ના ટ્રેનિંગ પામેલ જાબાજ મહિલા પોલીસ બહેનોને હવે સ્કૂલ-કોલેજોમાં જઈ એક એક બહેનોને આત્મનિર્ભર બનવા ટ્રેનિંગ આપશે જેની શરૂઆત થઈ ગઈ છે


