Gujarat

નવરંગપુરામાં ટ્રાવેલ્સની ઓફિસમાં ૧.૬૨ લાખની ચોરી

અમદાવાદ
અમદાવાદના નવરંગપુરામાં આવેલ સ્ટેડિયમ સર્કલ પર આવેલ સ્વસ્તિક હાઉસમાં આવેલ આયુષ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. જેમાં બાથરૂમની બારીની ગ્રીલ કાપી ચોર અંદર આવીને ૧,૬૨,૦૦૦ રોકડ ૯ હજાર શ્રીલંકન કરન્સી, ૨૫૦ શિંગાપુર ડોલર, ૧૫૦ યુરો ડોલરની ચોરી કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧,૯૦,૦૦૦ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વની વાત છેકે સરકાર અને પોલીસ ઘણા સમયથી કહે છેકે કોમ્પ્લેક્સમાં સીસીટીવી લગાવો પરંત્તુ કોમ્પ્લેક્સ વર્ષો જૂનું છે પરંતુ તે કોમ્પ્લેક્સમાં સીસીટીવી લગાવામાં આવ્યા નથી. હાલમાં પોલીસે આયુષ ટ્રાવેલ્સની ઓફિસની મુલાકાત કરી તેમને આરોપીને પકડવા ચક્રો ગતિમાં કાર્ય છે.અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં ચોરીની ઘટના સર્જાય હતી. જેમાં ટ્રાવેલ એજન્સીની ઓફિસમાં ૧.૬૨ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. સ્ટેડિયમ સર્કલ પર આવેલ સ્વસ્તિક હાઉસમાં આયુષી ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના બની છે. જેમાં રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં ઇન્ડિયન કરન્સી, સિંગાપુર કરન્સી, યુરો ડોલરની ચોરી કરવામાં આવી છે.

Theft-of-Rs-1.62-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *