નવસારી
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનો ૧૬મી માર્ચે જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ દિવસને સેવાકાર્ય તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગરૂપે જિલ્લાના ૧૩૦૦ થી વધુ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે ૭ દિવસ ચાલે એવો પૌષ્ટિક આહારના ફૂડ પેકેટનું વિતરણ આંગણવાડી હસ્તક કરવામાં આવશે.ાॅ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં જ કુપોષિત બાળકોની યાદી જાહેર કરી હતી. જેમાં ચીખલી-વાંસદા અને જલાલપોર તાલુકામાં મુખ્યત્વે ૧૩૦૦થી વધુ કુપોષિત બાળકો ડિટેક્ટ થયા હતા. જેમને ત્રણ મહિનાની સમય અવધિમાં પોષણયુક્ત આહાર આપીને તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી કરવામાં આવી જ રહી છે. તેમજ ૧૪૪ જેટલા અધિકારીઓએ બાળકોને દત્તક લઇને તેમને કુપોષિત કેટેગરીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં જિલ્લા ભાજપ સંગઠને પણ હવે આ અભિયાનમાં તેમને સાથ આપવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આગામી ૧૬મી માર્ચે નવસારીના સાંસદ સીઆર પટેલના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે કુપોષણ દૂર કરો અભિયાનની શરૂઆત કરવામાં આવશે. ભાજપના ૧૦ હજાર જેટલા કાર્યકરો આ અભિયાનમાં જાેતરાયા છે. જેના ભાગરૂપે બી આર ફાર્મ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તલ ગોળના લાડુ, ખજૂરની મીઠાઈ સહિત તમામ પ્રોટીન યુક્ત આહાર સાથેના ફૂડ પેકેટને તાલુકા કક્ષાએ રવાના કરવામાં આવશે. ૧૬ મી માર્ચે તાલુકા કક્ષાએ સ્ત્રીરોગ નિદાન કેમ્પ, ચશ્મા શિબિર અને દરેક હોસ્પિટલોમાં ફ્રુટનું વિતરણ કાર્યકરો દ્વારા કરવામાં આવશે. સાંસદના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ૩૧મી મે પહેલા જિલ્લામાંથી કુપોષણ દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.
