નસવાડી તાલુકા પંચાયત હેઠળ 15 મા નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી ગામડા ઓમાં એલ ઈ ડી લાઈટો લગાવવાના કામ હાથ પર લેવાયા હતા જે કામો જિલ્લા તાલુકા સદસ્યો એ સૂચનો કરેલ હોય છતાંય એલ ઈ ડી લગાવાની કામગીરી બારોબાર કોઈ એજનસી ને અપાઈ હોય જેને લઈ જિલ્લા તાલુકા સદસ્યો એ નસવાડી તાલુકા પંચાયત ના અધિકારીઓ ને રજુઆત કરી હોવા છતાંય કોઈ જવાબ ન મળતા નસવાડી તાલુકા ના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યો એ નસવાડી મામલતદાર ને 50 લાખ થી વધુ રકમ ની ગામડા ઓ માં આડેધડ લગાડવામા આવતી એલ ઈ ડી લાઈટો ના કામ મા ભ્રષ્ટાચાર ની તપાસ તેમજ ન્યાય ની માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.
જે વિજપોલ પર એલ ઈ ડી લાઈટો લગાવાની હોય જેની જગ્યાએ વૃક્ષ પર તેમજ ખાનગી મકાન ઉપર એલ ઈ ડી લાઈટો ગ્રામ પંચાયત ના સદસ્યો ને પૂછ્યા વગર લગાવી દેતા રોષ ઉઠ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

