બોડેલી એસ ટી બસ માં મુસાફરી કરતી ત્રણ મહિલા પાસે થી 80 હજાર કરતાં વધુ નો વિદેશી દારૂ બોડેલી પોલીસે ઝડપી પાડ્યો
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી એસ ટી ડેપો માં સ્થાનિક પોલિસે બસ મુસાફરી કરતી ત્રણ મહિલા ને વિદેશી દારૂ સાથે ઝડપી વધુ પૂછ પરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર થી વડોદરા તરફ જતી એક્સપ્રેસ બસ માં વિદેશી દારૂ ની હેરાફ્રેરી થઇ રહી છે તેવી પોલીસ ને બાતમી મળતા આજે સવારે છોટાઉદેપુર થી વડોદરા તરફ જઈ રહેલી એસ ટી બસ માં આજે સવારે દશ વાગ્યાં ની આસપાસ બોડેલી એસ ટી ડેપો માં આવતા બોડેલી સ્થાનિક પોલિસે બાતમી ના આધારે બસ માં તપાસ કરતા મુસાફરી કરી રહેલી ત્રણ મહિલા પાસે થી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ઝડપાયો હતો ત્રણ મહિલા ની પોલિસે ધરપકડ કરી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની ટીન સહીત નાની, મોટી કુલ 400 કરતા વધુ બોટલ સહીત તેની કિંમત નો કુલ 80 હજાર કરતાં વધુ નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.સ્કૂલ દફતરમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી મહિલા ગેગ ને બોડેલી S T ડેપો માં બસમાંથી પોલીસે ઝડપી પાડી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

