Gujarat

નસવાડી તાલુકાના બરોલીના ખેડૂતોએ થ્રિ વયહીલ છકડામાં પાછળ બોડી કાઢી નાખીને નાની કલ્ટી વેટર જોડીને ખેતરમાં ઘાસની સફાઈ માટે હલાકડાની જગ્યાએ છકડા દ્વારા ખેતી કરે છે આઘૂનિક યુગમાં ટેક્નોલોજી તરફ ખેડૂતો વળ્યાં

અત્યાર સુધી થ્રિ વયહીલ છકડા રોડ ઉપર પેસેન્જર તેમજ માલની હેર ફેર કરતો જોવા મળ્યો હશે પરંતુ નસવાડી તાલુકાના બરોલીના ખેડૂત કમલેશભાઈ ભીલએ થ્રિ વયહીલ છકડામાં પાછળની બોડી કાઢી નાખી તેમાં કલ્ટી વેતર ફિટ કર્યું અને કપાસના છોડની વચ્ચે જે અંતર હોય છે તે ભાગમાં ખેડી શકે તે રીતના ફિટિંગ કરીને થ્રિ વયહીલ છકડા દ્વારા ખેતરોમાં ખેડાણ કરી ઘાસની સફાઈ કરે છે તેના જણાવ્યા મુજબ બે બળદ પાલવવામાં રોજનું 50 રૂપિયા થી વધુ ખર્ચ થાય છે અને બારે માસ બે બળદ પાછળ પરિવારનું એકનો સભ્ય તેની પાછળ રહે છે જયારે થ્રિ વયહીલ છકડામાં જરૂરિયાત હોય ત્યારે 500 નું ડીઝલ નાખીને 10 કલાક કામ થાય છે જયારે સમયનો બચાવ થાય છે સાથે નાની જગ્યામાં છકડો પલટાવી શકાય છે અને ટેક્ટર ફેવવામાં કલાકના 700 રૂપિયા ખચ થાય છે ટેકટરની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે જયારે 70 હજારમાં આ થ્રિ વયહીલ છકડા તૈયાર થઇ ગયો છે જેનાથી ખેતરમાં ખેડાણ શરૂ કરી દીધું છે અને એમાં રોજગારી પણ મળે છે હાલ ખેડૂતો આધુનિક યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે તેનો આ વળવો નમૂનો સામે આવ્યો છે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221007_130338.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *