Gujarat

ભરૂચમાં ત્રણેય સંસ્થાઓએ 91 વર્ષીય વૃદ્ધના આઈ ડોનેશનથી એક હજારમી ચક્ષુ મળેવી હજાર લોકોને વિઝન અપાવ્યું

રક્તદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે ત્યારે હજી લોકો આઈ ડોનેશન માટે આગળ આવતા અચકાઈ રહ્યા છે જેને લઇ લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વધુમાં વધુ લોકો આઈ ડોનેશન કરતા થાય તે હેતુથી રોટરી ક્લબ ભરૂચ,જૈન સોશિયલ ગ્રુ,નારદેસ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્રણેય સંસ્થાઓના પ્રયાસથી અત્યાર સુધી ઘણા લોકોને આઈ ડોનેશન કરવા સમજ આપી છે. ભરૂચના 91 વર્ષીય વૃદ્ધ ઈશ્વરભાઈ કેશવભાઈ પંચાલના આઈ ડોનેશન થકી સંસ્થાએ 1 હજારમી ચક્ષુ મેળવી તેને ચક્ષુ બેંકમાં મોકલી આપી અત્યાર સુધીમાં આ સેવાભાવી સંસ્થાઓના ગીરીશ પટેલ અને સભ્યોના પ્રયાસથી 1 હજાર લોકોને વિઝન મળ્યું છે ત્યારે હજી પણ લોકો મૃત્યુ બાદ અન્યનો અંધાપો દુર કરવા આગળ આવે તે અત્યંત જરૂરી છે.

IMG-20221007-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *