Gujarat

નિબંધ, વક્તૃત્વ, ચિત્ર, મહેંદી અને દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજાઇ

જૂનાગઢ વિજાપુર માધ્યમિક શાળાના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાળામાં નિબંધ, વક્તૃત્વ, ચિત્ર, મહેંદી અને દેશભક્તિ ગીત સ્પર્ધાઓ યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શાળાના બધા વિદ્યાર્થીઓને તિરંગો આપવામાં આવ્યો હતો. તેમજ અતિથિના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ તકે કાર્યક્રમના મુખ્ય અતિથિ શૈલેષભાઈ દવેએ જીવનમાં શિક્ષણ અને કૌશલ્યના મહત્વ વિશે વકતવ્ય આપ્યું હતું. જ્યારે શાળાના આચાર્ય ડો.સંજયભાઈ કોરિયાએ શાળાની વિકાસ યાત્રા અંગે માહિતી આપી હતી. આ તકે મયુરભાઈ સોસા, નિકુંજભાઈ, એમ. એચ.હડીયા અને વાય.એમ.પલેજાએ શાળાના વિકાસમાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોને યાદ કર્યા હતા. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *