Gujarat

નોકરી છુટી જતાં આવક બંધ થઈ હોવાથી યુવકે બ્રિજથી કૂદકો મારી આત્મહત્યા કરી

અમદાવાદ
શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા ખીમરાજ ગઢવી( ઉ.૫૩) નારોલની મહાલક્ષ્મી ફેબ્રિકેશનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરી પત્ની બે દીકરી અને એક દીકરાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. દરમિયાન કોઈક કારણોસર ચાર મહિના પહેલા તેમને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતા ઘરમાં આવક બંધ થઈ જતા પરિવાર આર્થિક સંકડામણ અનુભવવા લાગ્યો હતો. આ સંજાેગોમાં બુધવારે ખીમરાજ ગઢવીએ કેડિલા ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવતા નીચે પટકાતા ગંભીર ઈજાના કારણે તેમનુ મોત નિપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા ખોખરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર ખીમરાજ ગઢવીના મોબાઈલમાંથી તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ પુનઃ નોકરી પર લેવા માટે તેમણે કરેલી ચેટિંગ મળી આવી હતી. જે જાેતા નોકરી કરવા માટે તેઓ આજીજી કરતા હોવાનુ ચેટ પરથી જાણવા મળયુ છે. આ અંગે ખોખરા પોલીસે મોબાઈલ મેસેજને લઈને પણ તપાસ હાથ ધરી હોવાનુ સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળે છે.આર્થિક સંકડામણના કારણે એક આધેડે કેડિલા ઓવરબ્રિજ પરથી નીચે ઝંપવાલી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *