Gujarat

ન્યૂઝીલેન્ડ બીજા દાવમાં ૨૨૪/૭ સાથે ૨૩૮ રનની લીડ મેળવી

નવીદિલ્હી
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દાવમાં સાત વિકેટે ૨૨૪ રન કરી લીધા છે. આ સાથે જ પ્રથમ દાવની પાતળી ૧૪ રનની સરસાઈ સાથે કિવી ટીમની કુલ લીડ ૨૩૮ રનની થઈ છે. ચોથા દિવસની રમતના અંતે ડેરિલ મિચેલ ૩૨ રને જ્યારે મેટ હેનરી ૮ રન સાથે રમતમાં છે. અગાઉ ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ૫૩૯ રનમાં સમેટાયો હતો. ઓલી પોપના ૧૪૫ રન બાદ જાે રૂટે શાનદાર બેટિંગ કરતા ૧૭૬ રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટે પાંચ વિકેટ મેળવી હતી. માઈકલ બ્રેસવેલે ત્રણ જ્યારે મેટ હેનરીએ એક વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે પીચમાં ટર્ન જાેવા મળ્યો હતો અને તેને પગલે પ્રવાસી ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેનોને બેટિંગ કરવામાં મુશ્કેલી પડી હતી. ઓપનર વિલ યંગ (૫૬) અને ત્રીજા ક્રમે આવેલા ડેવોન કોન્વે (૫૨)એ અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઝડપી વિકેટો ગુમાવતા દબાણમાં આવ્યું હતું. પ્રથમ ઈનિંગમાં ૧૯૦ રન કરનાર ડેરિલ મિચેલ હજુ રમતમાં હોવાથી કિવી ટીમ છેલ્લા દિવસની રમતમાં અંતિમ બે સેશનમાં ઈંગ્લેન્ડની તમામ ૧૦ વિકેટો ઝડપવા પ્રયાસ કરશે.

Sport-second-test-new-zealand-took-a-238-run-lead-with-2247-in-the-second-innings.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *