પાટણ
કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કોઈ પણ તહેવારોની ઉજવણી કરવામાં આવી નથી. ત્યારે આ વર્ષે કોરોનાની ગતિ ધીમી થતાં હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં જિલ્લાવાસીઓમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લાની બજારોમાં વેપારીઓ દ્વારા ધાણી, ખજુર, મગફળી અને હાયડાના સ્ટોલો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જાેકે, મોંઘવારીની અસર હોળીના તહેવારમાં પણ જાેવા મળી રહી છે. આ સાથે સાથે બજારમાં ધાણી, ખજૂર, સિંગ, ચણાની પણ ખરીદી જાેવા મળી રહી છે. હાલમાં ચણા ૧ કિલોના રૂ. ૧૬૦, સિંગ રૂ. ૧૯૦, જા૨ની ધાણી રૂ.૧૨૦, મકાઈની ધાણી રૂ. ૧૬૦ અને ખજૂર રૂ. ૮૦થી ૧૦૦ ના ભાવે વેચાણ થઈ રહ્યું છે.હોળી-ધુળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લામાં અને શહેરની ધાણી, ખજુર, મગફળી, હાયડા જેવી ચીજવસ્તુના વેપારીઓ વેચાણ કરવા લાગી ગયા છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર પણ ઓછી થતાં બજારોમાં ગ્રાહકોની ચહલ પહલ જાેવા મળી રહી છે. ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સમાન્ય વધારો જાેવા મળી રહ્યો છે.


