ગાંધીનગર
ગાંધીનગરના સેકટર – ૨/સી ખાતે ગઈકાલે રાત્રિના સમયે ઘર આગળ કરેલી રેતીની નાની ઢગલી કરવા બાબતે બે પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બન્ને પક્ષે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સબબ સેકટર – ૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. સેકટર – ૨/સી પ્લોટ નંબર – ૮૭૪/૧ માં રહેતા વિજ્યાબેન પૂનમચંદ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે પોતાના અને પાડોશમાં પ્લોટ નંબર ૮૭૪/૨ માં રહેતાં ઉત્તમસિંહ રહેવરનાં ઘર આગળ રેતીની નાની ઢગલી કરી હતી. જેને ઉત્તમસિંહે તોડી નાખી હતી. આ અંગે વિજ્યાબેન અને તેમની દીકરી જલ્પા કહેવા ગયેલા તો ઉત્તમ સિંહના પત્ની દેવિકાબેન એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યા હતા. જ્યારે ઉત્તમસિંહે પણ પૂનમભાઈને માર માર્યો હતો. બાદમાં પાંચેક ઈસમોને બોલાવી તેમના મકાનની બારીઓ પછાડીને કાચ તોડી નાખ્યા હતા. જેમણે પણ માર માર્યો હતો. આ અંગે વિજ્યાબેન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા ગયેલ ત્યારે ફરજ પરના સચિનસિંહ નામના જમાદારે પણ તમારા થી થાય તે કરી લો હું જાેઈ લઈશ તેમ કહી જેમ ફાવે તેમ વહેંણ બોલ્યા હતા. બીજી તરફ સામે પક્ષે દેવિકાબેન ઉત્તમસિંહ રહેવરે પણ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રેતીની ઢગલી બાબતે વિજ્યા બેન અને જલ્પાએ ઘરે આવીને માથાકૂટ કરી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. અને પૂનમ મકવાણાએ પણ મારા મારી કરી હતી. જ્યારે તેમના દીકરા રોહન અને તેના ચારેક મિત્રોએ હાથમાં ધોકા લઈને માર માર્યો હતો. તેમજ રોહને દેવિકાબેનનો હાથ પકડી તારી તો આજે જાેવા જેવી થશે તેમ કહીને જાતીય સતામણી કરી હતી. આ ઉપરાંત તેમના ઘરની બહાર પડેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા. જાે કે બંને પરિવાર વચ્ચે શરૂ થયેલા ધિંગાણાને પાડોશીઓએ વચ્ચે પડીને શાંત કરાવ્યો હતો. આ અંગે સેકટર – ૭ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના સેકટર – ૨/સી માં ગઈકાલે રાત્રિના સમયે સમયે રેતીની નાની ઢગલી કરવા બાબતે બે પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. ત્યારે ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચેલી મહિલાને ફરજ પરના જમાદારે પણ અપશબ્દો બોલીને ધાક ધમકી આપી હતી. આ ધિંગાણા અંગે પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
