Gujarat

 પાવી જેતપુર તાલુકાના ભીંડોલગામ ની પ્રાથમિક શાળા જર્જરિત હાલત માં વિદ્યાર્થીઓને શાળાના મકાનમાં ભણવા બેસવા માટે વાલીઓનો ઈન્કાર 

પાવે જેતપુર તાલુકાના ભિંડોલ ગામમાં અંધારું:પ્રાથમિક શાળાના 124 બાળકોને ભણાવવા તીરાડોવાળી દીવાલો, પોલીછતવાળા વર્ગો જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર
 તંત્રની બેદરકારીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ
છેલ્લા કેટલા સમયની પાવીજેતપુર તાલુકાના ભિડોલ ગામની પ્રાથમિક શાળા જર્જરીત હાલમાં જોવા મળી રહી છે ભંગાર અને જર્જરિત શાળાના મકાનમાં  બેસી ભણાવવા માટે વાલીઓ તૈયાર નથી જો કંઈ થાય તો તેમાં જવાબદાર કોણ? શિક્ષકો પણ જવાબદારી લેવા તૈયાર નથી તો આ ભીંડોલ ના બાળકોનો વાંક શુ? બાળકો ૧૩/૬/૨૨ થી શાળા ખુલી છે પણ આ ખંડેર અને જર્જરિત તથા ભંગાર થઈ ગયેલ મકાનમાં વાલી બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી તો એમના શિક્ષણનું શું? કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પાછળ ગ્રાન્ટ વાપરે છે તો આ ભીંડોલ પ્રાથમિક શાળા વંચિત કેમ?
  આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જીલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત એ ભિંડોલ ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને આપના પ્રમુખ ડી.એન. રાજપુત એ પણ શાળાની મુલાકાત લીધી અને આ પ્રશ્ન જલ્દી હલ થાય તેવી ગામ લોકે સાથે ચર્ચા કરી સાથેજ તેમની સાથે જે જગ્યાએ રજૂઆત કરવાની હોય તે ઓફીસમાં જવાની પણ બાંહેધરી આપી

IMG-20220704-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *