પાવીજેતપુર પાસે થી પસાર થતી ઓરસંગ નદી પરનો લગભગ અડધો કિ.મી. કરતા વધુ જેટલો લાંબો બ્રિજ ની વચ્ચે નીચેથી પાયા જર્જરી થતા વાહન ચાલકો ભયભીત થઈ ગયા છે. જર્જરિત બ્રિજના કાંગરા ખરવા માંડતા હવે બ્રિજનુ અને તેના ખખડધજ માર્ગ નુ સમારકામ જરૂરી બન્યું છે.
ઓરસંગ બ્રિજના ઉપર પણ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે વાહનચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અનેક વાહનચાલકો અને ખાસ કરીને બાઇકચાલકો ખાડા ને લઈને પડ્યા હોય એવા બનાવ પણ સામે આવ્યા છે
બ્રિજને અડીને જ અહીંયા મોટા પાયે રેતી ઉલ્લેચ વામાં આવે છે જેને લઈને બ્રીજના નીચેના પાયા પણ જોવાઈ રહ્યા છે હાલમાં ચોમાસાના સમયમાં પણ બ્રિજના પાયા ઊંડા થઈ ગયા છે ત્યારે અહીં આજુબાજુથી રેતી ખનન બંધ કરવામાં આવે અને બ્રિજને રીપેરીંગ કરવામાં આવે તેમ લોકો માંગ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષો થી બ્રિજ જર્જરિત બન્યો છે. તેના પાયા પણ રેતી ખનન ને લીધે ડોકાવા માંડ્યા છે. બ્રિજ ની આવરદા ઘટી છે. બ્રિજ પરથી દિવસ રાત સતત વાહનો ની અવર જવર વચ્ચે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ નો માર્ગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે.વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે બ્રિજ નું સમારકામ થાય તે ખૂબ જરૂરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

