અમદાવાદ
ગુજરાતના મંદિર ટ્રસ્ટો દ્વારા રાજ્યમાં કોરોનાનું સંકટ ન વધે તે માટે આ ર્નિણય લેવામાં આવ્યા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા આ મંદિરોના દ્વારા દર્શનાર્થીઓ માટે ઘણા દિવસો બંધ રાખવામાં આવ્યા હતા.ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં પણ રાજ્યમાં વધારો જાેવા મળી રહ્યુ છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરના મોટા મંદિરોમાં દર્શનાર્થીઓ માટે દ્વાર થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે. જાે કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત વચ્ચે ભક્તો પૂનમના દિવસે મંદિરોમાં દર્શન માટે નહીં જઇ શકે. વધતા કોરોનાના કેસને કારણે આ વખતે અનેક મંદિરોમાં પૂનમના દિવસે બંધ રહેશે. માત્ર પૂનમના દિવસ પુરતા જ નહીં રાજ્યના ઘણા પ્રસિદ્ધ મંદિરોના દ્વાર થોડા દિવસ દર્શનાથીઓ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર ૮ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય મંદિર સંચાલકોએ કર્યો છે. ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર ૨૩મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે. શામળાજી મંદિરને પણ પોષી પૂનમને દિવસે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે ભીડ ઉમટવાની સંભાવનાને લઇને ટ્રસ્ટી મંડળે આ ર્નિણય લીધો છે.તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું મંદિર પણ પૂનમે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. તો બીજી બાજુ દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ માટે હવે ૨૦ લોકોને જ મંજૂરી અપાઈ છે.
