ગાંધીનગર
ગાંધીનગરના માણસા તાલુકાના લીંબોદરા ગામની યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૫ માં માણેકપુરા ગામના મહિપાલસિંહ ચાવડા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે ગોમતીપુર પોલીસ લાઇન ખાતે રહેતી હતી .જેનાં સસરા રણજીતસિંહ પોલીસ ખાતામાં હતા અને પતિ પ્રાઇવેટ નોકરી કરતો હતો. અહીં પાંચ વર્ષના લગ્ન જીવનથી યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો. લગ્ન વખતે સમાજના રિવાજ મુજબ કરીયાવરમાં ૧૨ તોલાનાં દાગીના લઈને સાસરીમાં ગઈ હતી. બાદમાં બધા વર્ષ ૨૦૧૧ માં પેથાપુર કીર્તિરાજ સોસાયટીમાં રહેવા આવી ગયા હતા. અને ૨૦૧૭ માં પરિણીતાના સાસુનું અવસાન થયું હતું. જેનાં થોડા સમય પછી પતિ અને સસરા જીયાણામાં કશું આપ્યું નથી કહીને વારંવાર ઝધડો કર્યા કરતા હતા. ત્યારે થોડા સમય પછી વર્ષ ૨૦૧૮ માં પરિણીતાને ખબર પડી ગઈ હતી કે તેના પતિને કલોલની અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે. જે અંગે ઠપકો આપતા પતિ મારઝૂડ કરવા લાગ્યો હતો અને દીકરાને પણ માર મારી પહેરેલ કપડે ઘરમાંથી તગેડી મૂક્યા હતા. પરિણીતા બાદમાં દીકરાને લઈને પિયર રહેવા લાગી હતી. જાેકે, સામાજિક રાહે પણ સમાધાનના પ્રયાસો કરવામાં આવતાં પતિ અને સસરાએ ૭ લાખ આપો તોજ પરિણીતાને તેડી જઈએ એવી શરત મૂકી હતી. જેથી કરીને તેણીએ માણસા અને મહિલા પોલીસ મથકમાં બે વખત ફરિયાદ પણ નોંધાવી હતી. તેમ છતાં આજદિન સુધી પતિ તેડવા માટે આવ્યો નહીં. છેલ્લે દંપતીનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. પણ પતિ સુધરવા તૈયાર નહીં હોવાથી પરિણીતાએ ત્રીજી વખત પેથાપુર પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગરના પેથાપુરની પરિણીતા લગ્ન સમયે ૧૨ તોલાના દાગીના કરીયાવરમાં લઈને સાસરી ગઈ હોવા છતાં દહેજ ભૂખ્યા પતિ સહિતના સાસરિયાએ અસહ્ય શારીરિક માનસિક આપતાં બે-બે વખત પોલીસ સમક્ષ મામલો પહોંચ્યો હતો. ત્યારે પોતાના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતાં પતિએ લાજવાના બદલે પત્ની અને ૧૪ વર્ષના દીકરાને ઢોર માર મારીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી તરછોડી દીધા છે. જેનાં પગલે પત્નીએ ત્રીજી વખત પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.


