Gujarat

પોયડા ગામે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું

મહેસાણા
મોઢેરા વિસ્તારમાં છેલ્લા છ માસ અગાઉ દીપડો દેખાયાના સમાચારો વહેતા થયા બાદ ફોરેસ્ટ વિભાગ પણ તપાસ કરી હતી. એ દરમિયાન જ્યાં દીપડો જાેવા મળ્યો ત્યાંથી તેના પગના નિશાન આધારે જેતે સમયે તપાસ કરી હતી, પરંતુ દિન સુધીમાં દીપડો કોઈએ જાેયો નહોતો. જાેકે, દીપડો મૃત હાલતમાં મળી આવતા છ માસ અગાઉ જે દીપડો આવ્યો હતો એજ દીપડો હોવાનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મૃત દીપડાના પગના નિશાન પણ અગાઉ આવેલા દીપડાના નિશાન સાથે મેચ થતા હોવાનું હાલમાં અધિકારીઓ જણાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દીપડો એક બિલાડી કુંભનું પ્રાણી છે જે દરમિયાન જ બહાર આવે છે. કારણ કે, એ શાંત માહોલમાં રહેનાર પ્રાણી માનવામાં આવે .છે એટલે દીપડાઓ જ સક્રિય થતા હોય છે.મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક માસથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે મોઢેરા નજીક આવેલા પોયડા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે દીપડાને ટક્કર મારી મોત નિપજાવ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી રહ્યાં છે. બસ સ્ટેન્ડથી ૧૦૦ મીટર અજાણ્યા વાહને દીપડાને ટક્કર મારી છે. ત્યારે અમે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી અને વન વિભાગને જાણ કરી હતી. અમને જાણ થતાં ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. બાદમાં પંચનામું કરી દીપડાના મૃતદેહને પીએમ મોઢેરા લાવામાં આવ્યો હતો. જ્યાં સરકારી ડોક્ટરોની ટીમ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. દીપડો ૧૦થી ૧૨ વર્ષની ઉંમરનો હોવાની વિગતો જાણવા મળી છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ કરીશું.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *