પોરબંદર
પોરબંદરના સુદામા મંદિરનું પટાંગણ પોરબંદરના રાજવીએ ફક્ત મંદિરના ઉપયોગ તથા બાગ-બગીચા માટે અને આવક ઉભી થાય એવા કોઈપણ સ્ત્રોત ના ફી શકાય એવી શરત એ સાર્વજનિક ઉપયોગ માટે મંદિરને જમીન અર્પણ કરેલ છે. જે હાલમાં જાેઈ શકીએ છીએ કે તંત્ર દ્વારા જાન્યુઆરી ૨૦૧૫ માં મનઘડત રીતે ર્નિણય લઈને ત્રણ-ત્રણ એટીએમ મૂકવામાં આવેલ છે. જે તદ્દન મંદિરના પટાંગણની શોભા ઘટાડે છે તથા સરેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય એવું દેખાય છે અને જે આવક ઉભી થાય છે. એ ખરેખર મંદિરના વિકાસઅર્થે વાપરી છે કે કેમ ? એ પણ એક પ્રશ્ન છે. જેમ કે મંદિરના વિકાસઅર્થેની ગ્રાન્ટ તો પ્રવાસન વિભાગમાંથી આવતી હોય તો આ રકમ કઈ જગ્યાએ તથા કોને ખિસ્સામાં જઈ રહી છે ? એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે જાે આવક થઇ હોય તો તેમાંથી તંત્ર દ્વારા ધર્મશાળાની સુવિધા કેમ ઉપલબ્ધ કરાવાઈ નહી ? તેવો સવાલ ઉઠાવીને રામદે મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં બહારથી આવતા પ્રવાસીઓને સુદામાચોકમાં સુવા મજબુર આ રહ્યું છે. તેથી વારંવાર રજૂઆત કરવા છતા ધર્મશાળાની વ્યવસ્થા શા માટે તંત્ર કરત નથી ? મામલતદાર હસ્તકના આ મંદીરમાં વર્ષો પહેલા ઘીની લેબોરેટરી કાર્યરત હતી જે બંધ છે. તેથી એ બંધ ઘીની લેબોરેટરી સ્થળે પ્રવાસીઓને ઉતારા માટે ધર્મશાળા જેવી વ્યવસ્થા કરી આપવી જાેઈએ. પ્રવાસન સ્થળોના વિકાસની વાતો કરતી ભાજપ સરકાર પોરબંદરને એક ધર્મશાળા જેવી પાયાની સુવિધા પણ અપાવી શકી નહી તેમ જણાવીને રામદે મોઢવાડીયાએ ઉમેર્યુ છે કે હોટેલમાં મોંઘા ભાડા નાખીને સામાન્યજ યાત્રાળુઓ રહી શકે નહી. તેથી દ્વારકા થી સોમનાથની યાત્રાએ જતા પ્રવાસીઓ અચુકપણે સુદામાપુરી પોરબંદરની મુલાકાત લેશે અને રાત્રી રોકાણ કરે ત્યારે પોરબંદરમાં ધર્મશાળાની વ્યવસ્થા નહી હોવાથી રોડ ઉપર સુવા માટે મજબુર થાય છે. તેમ જણાવીને વવીતકે ધર્મશાળાની વ્યવસ્થા કરવી આપવા માંગ કરી છે.પોરબંદરમાં ધર્મશાળાની સુવિધા નથી. તેથી યાત્રાળુઓ હેરાન થાય છે, તેથી સુદામા મંદિર સંકુલમાં ધર્મશાળા બાંધવી જાેઈએ તેવી વારંવાર માંગણી થાય છે. પરંતુ તંત્ર જાગતું નથી. ત્યારે હાલમાં સુદામા મંદીર બહાર આવેલા સુદામા ચોકમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓને સુવાની ફરજ પડે છે. તેમ જણાવીને મંદીર પટાંગણમાં આવેલ ઘીની લેબોરેટરી વર્ષોથી બંધ છે. ત્યાં ઉતારાની વ્યવસ્થા કરી આપવા પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત થઇ છે અને પ્રવાસન ધામોના વિકાસની વાતો કરતી સરકાર પોરબંદરને એક ધર્મશાળા પણ અપાવી શકી નહી હોવાનો ખેદ વ્યકત થયો છે.


