Gujarat

પોરબંદરના ૨૭ વર્ષીય યુવકે પોલીસ સ્ટેશન જઈ ફીનાઈલ પીધું

પોરબંદર
પોરબંદરના છાયા નવાપરામાં રહેતો રાહુલ હેમતભાઈ શાહ નામનો ૨૭ વર્ષીય યુવાને ફીનાઇલ પી લેતા સારવાર અર્થે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવાને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતુંકે, આ યુવાન ભૂતકાળમાં અમદાવાદમાં એક શખ્સને ત્યાં રસોઈ બનાવવાનું કામ કરતો હતો અને તેનો મિત્ર બન્યો હતો. આ યુવાને શખ્સનો નવો મોબાઈલ વેચી દેતા શખ્સે મનદુઃખ રાખ્યું હતું. અમદાવાદમાં ફ્લેટમાં આ શખ્સ સહિતના વ્યક્તિઓ નશો કરતા હતા અને ડ્રગ્સ લેતા હતા જેથી આ શખ્સોની ચુંગાલમાંથી છૂટી યુવાન વડોદરા ખાતે એક કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. બાદ આ શખ્સો વડોદરા ખાતે આવી આ યુવાનને કારમાં બેસાડી અપહરણ કરી અમદાવાદ લાવ્યા હતા અને ફ્લેટમાં ગોંધી રાખ્યો હતો અને શખ્સો તેને માર મારતા હતા. અમદાવાદના ફ્લેટમાં શખ્સો મોબાઈલ પર ગીત ચાલુ કરી વિકૃત હરક્ત કરતા હતા અને જ્યાં સુધી ગીત ચાલુ રહે ત્યાં સુધી દિગંબર અવસ્થામાં યુવાનને ડાન્સ પણ કરાવતા હોવાનું યુવાને જણાવ્યું હતું.બહાર નીકળવા દેતા ન હતા અને આ શખ્સો યુવાનને સિગારેટના ડામ આપી પટ્ટા વડે માર મારતા હતા જેના નિશાન યુવાને બતાવ્યા હતા. ફ્લેટમાં એક શખ્સની તબિયત બગડતા યુવાનને દૂધ લેવા જવાનું કહેતા આ યુવાન તેઓની ચુંગાલમાંથી છટકી પોરબંદર આવ્યો હતો. શખ્સો પોરબંદરના હોય અને વગદાર હોય જેથી આ યુવાને ડરના કારણે ફીનાઇલ પીધી હતી અને ફરિયાદ લેવા કોઈ ન આવતા યુવાને કમલાબાગ પોલીસ મથકે પહોંચી ત્યાં ફરીથી ફીનાઇલ પી લેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *